અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનાં લિવર અને કિડની ખરાબ થઈ ગયાં અને મગજનો લકવો થઈ ગયો હતો. એ બાદ દર્દીનું મોત થયું હતું, જોકે પરિવારના આક્ષેપ બાદ શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટરે જણાવ્યું હતું કે મૃતકનાં પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ સ્વીકારતા નથી. દર્દી કોમ્પ્લિકેટેડ હતા અને ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી.
હોસ્પિટલ બહાર પ્રતીક ધરણાં-ઉપવાસની ચીમકી ઉચ્ચારી.
મૃતકનાં પરિવારજનો દ્વારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગરીબ અને ગામડામાંથી આવનારા દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે. પરિવાર દ્વારા ન્યાય મળે અથવા સહાય આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો 29 ડિસેમ્બરના રોજ હોસ્પિટલ બહાર પ્રતીક ધરણાં-ઉપવાસ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ તેઓ આરોગ્ય કમિશનર અને આરોગ્યમંત્રી સુધી પણ રજૂઆત કરશે.
પગની બંને નસ બ્લોક હોવાથી ઓપરેશન કરવા કહ્યું હતું
મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મૂળ ગીર ગઢડાના ચીખલીકૂવા ગામના રહેતા અમારા મોટા બાપા ઘોહાભાઈ ખાંભલે (ઉં.વ. 62)ને પગમાં નસ દબાતી હોવાથી અને પગ કાળા પડી ગયા હતા, તેથી તેમને PMJAY યોજના હેઠળ 8 નવેમ્બર 2024ના રોજ નરોડાની શેલ્બી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાખલ કરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા, જે નોર્મલ હતા. પગની બંને નસ બ્લોક હોવાના કારણે ડોક્ટરોએ ઓપરેશન કરવા માટે કહ્યું હતું. એના માટે અમે સંમતિ આપી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગનું ઓપરેશન કર્યા બાદ તેમને બહાર લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત લથડતાં ફરી ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને ઓપરેશન કરી બહાર લાવ્યા હતા.
આ પણ વાંચો….
- રાજકોટ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના! પતંગ લેવા જતા મોત 11 વર્ષના બાળકનું મોત.
- કિસ્સો / જોઇ લો સોશિયલ મીડિયાના વળગણનું પરિણામ!..બાળકી ઘર છોડીને ભાગી ગઈ
- Bharat : બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો..
- Panchmahal / કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ શારદા વિદ્યા મંદિર હાલોલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા
- Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે…
ડોક્ટરોએ કહ્યું, હવે તમારે બીજા પૈસા ભરવા પડશે 23
ડિસેમ્બરના રોજ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે તમે સિવિલ હોસ્પિટલ અથવા યુએન મહેતા હોસ્પિટલ લઈ જવા. PMJAY યોજના હેઠળ પૈસા પાસ થઈ ગયા છે. હવે તમારે બીજા પૈસા ભરવા પડશે, જેથી મૃતકનાં પરિવારજનોએ કહ્યું હતું કે અમે ગરીબ વિસ્તારમાંથી આવીએ છીએ અને પૈસા ભરી શકીએ એમ નથી. હોસ્પિટલના ડોક્ટરોને પૈસા ન મળવાના કારણે અને તેમની બેદરકારીથી આ વૃદ્ધનું મૃત્યુ થયું છે.
દર્દી કોમ્પ્લિકેટેડ હતો અને ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી
નરોડાની શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડો. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે મૃતકનાં પરિવારજનો દ્વારા જે કોઇપણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જે સ્વીકારતા નથી. ઘોહાભાઈ ખાંભલેને શેલ્બી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને બંને પગે ચાલવાની સમસ્યા હતા. પગની આંગળી કાળી પડી ગઈ હતી. તેમને તમાકુ ખાવાની ટેવ હતી. શરીરની ધમનીઓ બંધ થઈ જાય તો પગની આંગળી કાળી પડી જાય છે. તેમના પગને બચાવી શકીએ એ માટે સર્જરી કરી હતી. PMJAY આયુષ્માન કાર્ડની એપ્રૂવલ બાદ સર્જરી કરી હતી. કોમ્પ્લિકેટેડ દર્દી હતો એટલે અપડાઉન હતું. ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી. બ્રેઇનનો MRI થયો હતો.
તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરવામાં આવી છે
એમાં દર્દીના બ્રેઇનના એક બાજુનો ભાગ કામ કરતો બંધ થયાનો રિપોર્ટ આવ્યો હતો. 3 ડિસેમ્બરે દર્દીની સ્ટેબલ સ્થિતિ જણાઈ હતી. 6 ડિસેમ્બરે દર્દીની હાલત બગડી હતી. દર્દીના શરીરના જુદા જુદા ભાગોમાં ઇન્ફેક્શન થયું હતું. 12 ડિસેમ્બરે દર્દીને કાર્ડિયો ફેલ્યરને કારણે મૃત જાહેર કર્યા હતા. 30 દિવસ સુધી તેમને સારવાર માટે હોસ્પિટલમાં રાખ્યા હતા. એકપણ રૂપિયો તેમની પાસેથી લેવામાં આવ્યો નથી. તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરવામાં આવી છે. કોઈપણ પૈસા માગવામાં આવ્યા નથી કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું નથી.
જાહેરત