તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 26 TDOની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 26 અધિકારીઓની બદલીનો આદેશ કરવામાં આવેલો છે. જેઓની યાદી નીચે મુજબ છે.
જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2025ની કામગીરી અંતર્ગત હક્કદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજમુક્ત કરવાના રહેશે.