પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં રાજ્ય સરકારની યોજના તા 11/12/2024 ના રોજ શરૂ થનાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” અંતર્ગત યોજાઈ આજ રોજ તા 09/12/2024 ના રોજ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ,I.T.I પાસે કાલોલ ખાતે કાલોલ તાલુકાની 165 સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના આશરે 22,462 વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”દ્વારા પૌષ્ટિક અલ્પાહાર (ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્નમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી) અપાનાર છે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર નું અસરકારક અમલીકરણ થાય, યોગ્ય માત્રામાં અને નિયત મેનુ મુજબ અલ્પાહાર બને, મુખ્ય શિક્ષકો તથા સંચાલકોને અલ્પાહાર સંદર્ભે તાલીમ આપવા બાબત, હાજરી/ રિપોર્ટિંગ બાબત,માનદવેતનમાં વધારા બાબત, ચકાસણી અને તપાસણી બાબતે વિગતે યોજનાનું અસરકારક સૂચના કમ માર્ગદર્શન આપવામાં આવ્યુ.