એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.



જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય, કોલેજના આચાર્ય કિશોરભાઈ વ્યાસ, ગાયત્રી પરિવાર થી સચિતાબેન અને તેમની ટીમ, પતંજલિ પરિવાર, 25 અધ્યાપક ગણ અને 275 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા. તેમજ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડના કોચ અને ટ્રેનર્સ, 50 જેટલા એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓ પણ જોડાયા સાથે સાથે ઝોન કો-ઓર્ડીનેટર પિન્કીબેન મેકવાન દ્વારા નશા મુક્તિ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યો ..કે બીડી સિગારેટ દારૂ સરસ ગાંજા નું વ્યસન કઈ રીતે આજના યુવાનોમાં ખોટી રીતે વધી રહ્યું છે અને આ ખોટી લત કેટલી હાનિકારક છે તે પણ જણાવવામાં આવ્યું.
છેલ્લે બધાએ અલ્પાહાર, પ્રસાદ લઈ માન્ય વડાપ્રધાન શ્રી નો જન્મદિવસ ખૂબ જ સરસ રીતે મનાવ્યો.

