સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે.
રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે.
ક્રમશ: નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ રહ્યા છે. ત્યારે ઓક્ટોબરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નોટિફિકેશન જાહેર થવાની શક્યાતાઓ જોવા મળી રહી છે. જેમાં નવેમ્બર-ડિસેમ્બર માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. ઉપરાંત ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાનાર છે.