|| પંચમહાલ મિરર ડેસ્ક ||
કાલોલ તા ૨૪/૦૮/૨૪
પંચમહાલ જિલ્લાના કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની સલોની જીજ્ઞેશભાઇ દેસાઈ ગોધરા- સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા કક્ષાની ૧૦૦ મીટર ની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા પરીવાર નુ ગૌરવ વધાર્યું છે. કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થિની ને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ ઉતમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.