… || પંચમહાલ મિરર – ડેસ્ક. ||…
મુસ્તુફા મિર્ઝા : કાલોલ
કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા ૪૦૦ થી વધારે વર્ષથી કાલોલ નગરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. મંદિરમાં ભાવિક ભક્તોને બેસીને પૂજા કરવામાં તકલીફ પડતી હોય મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ નકકી કરેલ હોય આજ રોજ ૧૧:૩૦ કલાકે જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ મહેન્દ્રભાઈ વ્યાસ ઉપપ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય તેમજ રિતેશભાઈ પંડયા, અંકુરભાઈ ઉપાધ્યાય તેમજ અગ્રણીઓ ભાવિક ભકતજનો મંદિરના પુજારી હાજર રહ્યા હતા વિદ્વાન ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી ખાત મુહૂર્ત ની વિધી સંપન્ન કરાઈ હતી.