Editor : Dharmesh Vinubhai Panchal
હાલ સમગ્ર દેશ માં ડિજિટલ ચોરી ના નવા ના કીમિયા અપનાવી આવા ગાંઠિયા ઓ પોતાના દાવ પાડી નફો અને વધુ કામની ની લાલચે વારંવાર છેતરાતા હોઈ છે સાયબર પોલીસ ના અસંખ્ય પ્રયત્નો ને પણ આવા ડિજિટલ ચોર લોકો ને પોતાની માયાજાળ માં ફસાવા માં કામયાબ રહે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ACVVL ONLINE નામની કંપનીના નામે વોટસઅપ અને ફેસબૂક દ્વારા સંપર્ક કરી તેમને જુદા જુદા ગ્રુપમાં લોકો ને એડ કરી શેરબજારમાં રોકાણ કરી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી નો માસ્ટરમાઈન્ડ મૂળ અમદાવાદી દુબઇ સ્થિત થયેલો પાર્થિવ નલિનકાન્ત જાની , શાહપુર- અમદાવાદ નો રહેવાસી પોતાના ગુજરાત નિવાસ સ્થાને સામાજિક કામે આવતા મુંબઈ પોલીસ એ અમદાવાદ માં થી ઝડપી પડ્યો .
મુંબઈ ના મુલુન્ડ, નવગર પોલીસ સ્ટેશન એ નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એકટ, છેતરપિંડી અને સંબંધિત અન્ય કલમ હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું હતું કે આરોપીએ સંપર્ક કરીને શેર માર્કેટમાં રોકાણ પર ઉચ્ચવળકર આપવાનો દાવો કર્યો હતો. સાયબર ચોર એ ફરિયાદી ને શેર બજાર માં ૩૦૦% નફો આપવાના બહાને વોટસએપ ગ્રુપ માં સામેલ કર્યા હતા. ત્યારબાદ રોકાણ માટે એપ્પ ના મઘ્યમ થી ડિજિટલ ચોરી આચરી હતી .
આમ હાલ મુંબઈ પોલીસે આરોપી પાર્થિવ જાની ના અન્ય સાગરીતો ની શોધ ચાલુ હોઈ ઇન્વેસ્ટિગેશન માં હાજી કેટલાક ગુજરાત અને રાજ્ય બહાર ના ડિજિટલ ચોરો ના નામ બહાર આવવાની શક્યતા ઓ રહેલી છે.