જાહેરમાં બંદૂક બતાવવી ડોક્ટરને ભારે પડી,  : કેન્ડલ માર્ચમાં રિવોલ્વર બતાવનાર તબીબ સામે ગુનો નોંધાયો, મધરાતે પોલીસ દોડતી થઈ હતી.

breaking Gujarat Latest

કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડન્ટ તબીબોએ હડતાળ પાડ્યા બાદ IMA પણ શનિવારે 24 કલાક ઈમર્જન્સી સિવાયની સેવા બંધ રાખવાની જાહેરાત કરી છે. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોકટર્સે શુક્રવારે સાંજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડો. ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાઇસન્સવાળું હથિયાર કાઢી ડોકટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે.

સિટી પોલીસ સ્ટેશનમાં આમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો


અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા મુજબ, કોલકતા ખાતે ટ્રેઇની ડોકટર સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના મામલે રાત્રિના આશરે 9 વાગ્યા આસપાસ ડોક્ટર જી.જે. ગજેરા એકઠા થયેલા લોકોને સંબોધન કરતા હતા. એ દરમિયાન તેમણે પોતાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર જાહેરમાં પ્રદર્શિત કર્યું હતું, જેમાં લોકોમાં ભય પેદા થાય એવી રીતે જાહેર ત્રાસદાયક કૃત્ય કરી લાઇસન્સની શરતોનો ભંગ કર્યાનો ભારતીય ન્યાય સાહિતા અને આમ્સ એક્ટ મુજબની ગુનો નોંધાયો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *