રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેર રૈયાપુર સુથારવાડા પાસે આવેલ સૈયદ ઝહિર બાપુના છ વરસનો પુત્ર સૈયદ મોહમ્મદ રીઝા બાપુએ આ ગરમીની સિઝનમાં એક મહિના રોજા રાખીને અલ્લાહની આવી કાળઝાળ ગરમી અને અગન તડકા વચ્ચે મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે વિરમગામના પુત્ર છ વર્ષના નાનકળા બાળએ પણ ઉનાળાના એક મહિના રોજા રાખતા તમામ લોકોએ બાળકનો ઉત્સવ વધારવા મુબારકબાદ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે માર્ચ એપ્રિલ મે અસહ્ય ગરમી પડતા મહિનામાં ભારે તડકામાં પણ વહેલી સવારથી સંધ્યાકાળ સુધી ભૂખ-તરસ રહીને અલ્લાહની બંદગી કરે છે તેમાંય હાલ એ વૈશ્વિક મહામારીથી દેશ પીડાઈ રહ્યું છે ત્યારે આ વિદેશી વાયરસ થી મુક્ત થાય તેવી દુઆ કરી રહ્યા છે સાથે જ આજે નાના બાળકે પણ રોજા રાખીને અલ્લાહ થી દુઆ માંગી હતી ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી કોરોના દૂર થાય અને કોરોના વોરીયસ તંદુરસ્ત રહે તેવી દુઆ કરી હતી.
સૈયદ ઝહીર બાપુના દીકરા અને પીરે તરીકત સૈયદ હાજી મીયા બાવાના પૌત્રા રોજા રાખ્યા અને બધી તરાવી નમાજ અદા કરી અલ્લાહ તેમને વધુ હિંમત આપે એવી પીર સૈયદ હાજી બાપુએ દુઆઓ આપી.