એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
પંચમહાલ જીલ્લા ના કાલોલ તાલુકા ના મલાવ ખાતે આવેલ એમજીએસ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ મનુભાઈ પટેલ દ્વારા કલોલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી સ્કૂલમાં સવારમાં ચાલુ હતી તેવામાં 8:30 વાગ્યા ની આજુબાજુ એ તેજ ગામ માં રહેતા ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ નામના ઈસમ એ સ્કૂલમાં આવી અને જોર જોર થી ગાળો બોલી અભદ્ર વર્તન કરી સ્કૂલમાં પ્રમુખ ખાલી સ્ટેજ ઉપર બેસવા જ આવે છે કોઈ કામ કરતા નથી તેવા અને બીભત્સ શબ્દો બોલ્યા હતા , ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને જપાજપી કરી હતી.
જાહેરાત
તેમજ આચાર્યને મનીષભાઈ ને ગદડાપાટુ નો માર મારતા તેઓના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો હતો જે બાદમા અન્ય લોકોએ સમજાવતા પરત આપી દિધો હતો. પરંતુ તેઓએ વધુ માં ” તુ હાઈસ્કૂલમા આવા લોકોને બોલાવીશ તો હુ તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આચાર્યને આપતા આચાર્ય દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.