Panchmahal / કાલોલ તાલુકાના વેજલપુર ગામે વિવિધ સરકારી કચેરીઓ,શાળા ખાતે ૭૮માં સ્વતંત્ર દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.

Gujarat Kalol Latest Madhya Gujarat Panchmahal


ભારત ની આઝાદી ને ૭૭ વર્ષ પૂરા થઈ ને ૭૮ માં વર્ષ મા પ્રવેશ કરેલ છે જે આઝાદી કા અમૃત અંતર્ગત ૭૮ માં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના ઉર્દૂ શાળા લઘુમતી શાળા કે.કે હાઇસ્કુલ બાલ મંદિર ગલ્સ હાઇસ્કુલ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામા આવી હતી ત્યારે વેજલપુર કુમાર પ્રાથમિક  શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર તથા તમામ શિક્ષક મિત્રો બાળકોએ ઉમંગભેર ભાગ લીધો હતો ધ્વજવંદનની વિધિમાં શાળાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ગામના સરપંચ સુગરીબેન તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ કઠીયા ડેપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી ના તમામ સભ્યો, માજી પગાર કેન્દ્ર આચાર્ય ફતેસિંહ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા વેજલપુર પ્રાથમિક શાળાના પટાંગણમાં ખુબ જ સરસ રીતે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પધારેલ તમામ ગામના વડીલો ,સરપંચ ,તાલુકા પંચાયત સદસ્ય,  ડેપ્યુટી સરપંચ, એસએમસી સભ્યો, અને તમામ શિક્ષક મિત્રો સાથે શાળાના આચાર્ય કંચનભાઈએ શાળાના વિકાસ માટેની ટૂંકી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી  ત્યારે આજના ૭૮માં સ્વતંત્ર દિન પર્વની ઉર્દુ શાળા લઘુમતી હાઇસ્કુલ કે.કે હાઇસ્કુલ તેમજ સરકારી કચેરીઓમાં ઉત્સાહભેર સ્વતંત્ર દિનની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી તેમજ વેજલપુર  ગ્રામ પંચાયત તેમજ પોલીસ સ્ટેશનમાં વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તાલુકા સભ્યના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં અને ગ્રામ પંચાયતમાં બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો….


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *