PANCHMAHAL / ઘોઘંબા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણીનું વહીવટી તંત્ર દ્વારા રિહર્ષલ કરવામાં આવ્યું.

Education Gujarat Latest Madhya Gujarat Panchmahal

|| પંચમહાલ મિરર ||.    


ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને વર્ષ 1947માં આ દિવસે જ આપણા દેશના બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવ્યો હતો..

78મા સ્વતંત્રતા પર્વની પંચમહાલ જિલ્લા કક્ષાની ઉજવણી ઘોઘંબા ખાતે શહેરાના ધારાસભ્ય અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઇ ભરવાડની અધ્યક્ષતામાં થનારી છે. તેને લઈ સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર સર્જ બન્યું છે. સ્વતંત્રતા દિવસના આગલા દિવસે આજે પંચમહાલ જિલ્લા કલેકટર સહિતના અનેક જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમાર, પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, તેમજ પંચમહાલ નાયબ કલેકટર એચ.ટી. મકવાણા, ઉપસ્થિત રહ્યા હતા. કમળાનગર ખાતે વિસ્તાર ગ્રાઉન્ડમાં હજારો પોલીસ જવાનો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. માનનીય કલેકટર આશિષ કુમારે ધ્વજવંદન કરી જરૂરી સુચનાઓ આપી હતી. આ પ્રસંગે ઘોઘંબા નાલંદા વિદ્યાલય ના વિધ્યાર્થીઓ, એસ.એચ વરીયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વેશભૂષામાં સજ્જ થઈને આવતીકાલના પ્રોગ્રામ માટે રીહર્સલમાં જોડાયા હતા.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *