Panchmahal/ કાલોલ ખાતે એમજીએસ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરાયું.

Gujarat Kalol Latest Madhya Gujarat

પંચમહાલ મિરર – મુસ્તુફા મિર્ઝા


કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ જી એસ હાઇસ્કુલ દ્વારા  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કાલોલ નગરમાં રેલી નીકળી હતી અને વિદ્યાર્થીઓએ બેનર સહિત દેશભક્તિના સૂત્રોચાર કર્યા હતા.



તિરંગાની આનબાન અને શાન જળવાય તેમજ લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે હેતુથી સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નું આયોજન કરાઈ રહ્યું છે આ ઊપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા નુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *