એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે.
તેજ ઉપક્રમે પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકા ના આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રા યોજાઈ. જેમાં શાળા ના આચાર્ય, શિક્ષકમિત્રો, બાળકો smc અધ્યક્ષ એ ભાગ લીધો હતો , બાળકોમાં દેશદાઝ જાગૃત થાય તે હેતુસર રંગોળી, ચિત્ર, એક પાત્રિય અભિનય, વકૃત્વ, દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા. મુખ્ય શિક્ષક નૈમિષાબેન દ્વારા આ સમગ્ર કાર્યક્રમ અંગે બાળકોને જાણકારી અપાઈ.
અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને 9 લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે.
હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.