દાહોદ જિલ્લાના ૧૦.૭૨ લાખ લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાનું સેવન કરાવાયું

Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

કોરોના વાયરસ સાથે જીવતા શીખવા અને શરીરને તંદુરસ્ત રાખવા સિવાય હવે કોઇ જ છૂટકો નથી.

કોરોના વાયસરના સંક્રમણના કાળમાં જીવલેણ સાબીત થઇ રહેલા આ વાયરસની દવા શોધવા માટે વિજ્ઞાન પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે, કોરોનાથી બચવા માટે હાલના તબક્કે ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય દેન સમા આયુર્વેદ અકસીર સાબીત થઇ રહ્યો છે. એટલે જ દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા લોકોને આયુર્વેદિક દવાઓનું સેવન કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લા આયુર્વેદિક કચેરીની કચેરી દ્વારા અત્યાર સુધીમાં ૧૦.૭૨ લોકોને આયુર્વેદિક ઉકાળા ઉપરાંત હોમિયોપેથિક દવાનું સેવન કરાવવામાં આવ્યું છે.
આયુર્વેદમાં એક સુંદર શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. આ શબ્દ છે પ્રજ્ઞાપરાધ ! પ્રજ્ઞાપરાધ એટલે આપણને સારી રીતે ખબર હોય છતાં થતી ભૂલ ! સરળ શબ્દોમાં સમજીએ તો મધુપ્રમેહના દર્દીને સારી રીતે ખબર હોય છે કે મીઠો ખોરાક ખાવો જોઇએ નહીં, આમ છતાં જો તે મીઠો ખોરાક ખાઇ તો તેને પ્રજ્ઞાપરાધ કહેવામાં આવે છે. કોરોના વાયરસથી બચવા માટે આપણા પાસે અનેક ઉપાયો છે. છતાં જો તે ઉપાયોનો વાસ્તવિક રીતે અમલ ના કરીએ તો આપણે પ્રજ્ઞાપરાધી છીએ. આ વાત જિલ્લા આયુર્વેદિક કચેરી હેઠળ આવેલા દવાખાનાઓ અને તેના તબીબો-કર્મચારીઓ હાલના તબક્કે લોકોને ઘરેઘરે જઇને સમજાવી રહ્યા છે.
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. રજનીકાંત પટેલે કહ્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાના વિતરણ અને લોકોને તેનું સેવન કરાવવા માટે અભિયાન આદરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઇને લોકોને ઉકાળાનું સેવન કરાવે છે. હોમિયોપેથિક દવા, આર્સેનિક આલ્બમની ગોળીઓ આપે છે. શમશમ વટીનું વિતરણ કરવામાં આવે છે. તા.૨૦ ની સ્થિતિએ આયુર્વેદિક દવાના ૮,૮૧,૨૨૨ અને હોમિયોપેથિક દવાના ૧,૯૦,૦૦૪ મળી કુલ ૧૦.૭૨ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા છે. સાથે, રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થુ ઉપચારની પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે.
હવે લોકોએ એક વાત સમજી લેવાની ખૂબ જ આવશ્યક્તા છે કે કોરોના વાયરસ સામે આપણે સૌએ જીવી લેતા શીખવું પડશે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કર્યા વિના કે શરીરનો રોગ પ્રતિકારક શક્તિ વધાર્યા વિના કોઇ જ છૂટકો નથી. આહાર-વિહાર શૈલી બદલી પડશે. આમ ના કરીએ તો આપણે પ્રજ્ઞાપરાધી ગણાશું.
કેટલીક બાબતો એવી છે કે, જે સરળતાથી કરી શકાય છે. જેમ કે શમશમ વટીનું સેવન કરવાની રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે. શમશમ વટી એટલે કડવી ગળો ! આપણે ત્યાં ગળો પુષ્કળ પ્રમાણમાં થાય છે. એનું સેવન કરવું જોઇએ. હવે, લીમડાને કોર (ફૂલ) આવવાની ઋતુ આવશે. લીમડા ફૂલને વાટીને પીવાથી પણ શરીર નરવું રહે છે. રોજબરોજ ગરમ પાણી પીવું જોઇએ. ગરમ પાણી પીવાનું ન ફાવે તો ગોળામાં રાખેલું પાણી પીવું. પણ ફ્રિજમાં ઠંડુ થયેલું પાણી ટાળવું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *