તા.29/07/2024 નાં રોજ અમદાવાદ ખાતે જય દાદા ફાઉન્ડેશન ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંસ્થા નાં પ્રમુખ, પ્રેરણાસ્ત્રોત અને પથદર્શક શ્રી ચિરાગ દાદા દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ જય દાદા ફાઉન્ડેશન ની સમગ્ર ટીમ એક નવાં વિચાર સાથે આગળ વધી રહી છે.
આજ નાં સમય માં અસંખ્ય લોકો અનેક પ્રકાર નાં માનસિક તણાવ નો ભોગ બનતા હોય છે જેના પરિણામ સ્વરૂપ જીવન જીવવા ની આશા નહિવત રાખી અંતે તેઓ *આત્મહત્યા નાં માર્ગે જઈ રહ્યા છે.
આવા લોકો ને આત્મહત્યા નાં વિચાર તરફ જતા અટકાવી તેમને એક પ્રેમભરી હુંફ પૂરી પાડી ને તેમને જ નહિ પરંતુ તેમના પરિવાર ને પણ એક નવું જીવન આપવાનું કામ જય દાદા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.