૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999 ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતુંઆ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બીજી તરફ ખદેડી મુકવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.ત્યારે આ વિજય દિવસ ની પૂર્વ સન્ધ્યાએ રાજપીપલા ભારતીય જાણતા યુવા મોરચા દ્વારા મશાલ રેલી નું આયોજન કરાયું હતું આ મશાલ રેલી ને જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ પ્રસ્થાન કરાવી હતી રેલીમાં જિલ્લા બીજેપી મહામંત્રી નીલ રાવ,નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ટઠા બેન પટેલ સહીત મોતી સંખ્યામાં જિલ્લા બીજેપી કાર્યકારી અને યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા
