|| પંચમહાલ મિરર ડેસ્ક ||
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,
” ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગું પાય,
બલિહારી ગુરુદેવકી ગોવિંદ દીયો દિખાય; “
કાલોલના મલાવ ખાતે આવેલા કૃપાલુ સમાધિ મંદિર ખાતે ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આજના પાવન અવસરે બ્રહ્મલીન કૃપાલુ મહારાજ ની સમાધિના દર્શન કરવા પહોંચેલા શિષ્યોમાં ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી હતી.
વહેલી સવારથી જ દૂર દૂરથી પરિવાર સહ આવેલા શ્રદ્ધેય શિષ્યોએ બાપુજીની સમાધિના દર્શન કરવા મલાવ તરફ પ્રયાણ કર્યું હતું. સમાધિ મંદિર ખાતે સવારે બાપુજીની ગુરુ પાદુકા પૂજન, ગુરુ પૂજન, આરતી, મહાપ્રસાદી તથા ભજન સત્સંગનો લાભ શિષ્યોએ લીધો હતો.