|| પંચમહાલ મિરર ડેસ્ક. ||
પાંચ વર્ષ સુધીના બાળકોને કેમ પીવડાવવામાં આવે છે પોલિયો, માત્ર બે ટીપાં જ કેમ છે જરૂરી..
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો.
ગુજરાતમાં શરૂ થયેલી આ ત્રિ-દિવસીય ઝુંબેશ કાર્યક્રમ કાલોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો મૂકયો હતો જેમાં મુખ્ય તાલુકા આરોગ્ય અધિકારી ડૉ મિનેશ દોશી , મેડિકલ ઓફિસર ડો. પલક પટેલ., સુપરવાઝર દિનેશ બારીઆ આરોગ્ય સ્ટાફ,આશા,આંગણવાડી કાર્યકર,તેમજ નગર નાં સૌ નાગરિકો દ્વારા કુલ ૧૨૭ જેટલા બુથ માં “બે ટીપાં દરેક વાર બાળક ની લઈએ દરકાર “ના સ્લોગન થી શરૂવાત કરવા માં આવી .
જે દરમિયાન આજે કાલોલ તાલુકા નાં 0 થી 5 (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૩૩૫૩૨ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તાલુકાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા આજે ૧૨૭ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવી રહ્યા છે. જે માં આજ રોજ ૨૯૩૨૮ જેટલા બાળકો ને ટીપાં પીવડાવવા આવ્યા હતા..
સોમવારે અને મંગળવારે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની અલગ અલગ ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવી અભિયાનમાં જોડાશે.