એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
કાલોલ ધારાસભ્ય,પંચમહાલ સાંસદ સહિત ના અલગ અલગ વોટસએપ ગૃપ મા બીભત્સ ફોટા ઘોઘંબા તાલુકાના પંચાયત ના સભ્ય દ્વારા પોસ્ટ થતા ચકચાર!
ગ્રુપમાં 'ગંદી બાત': વોટ્સઅપ ગ્રુપ માં અશ્લીલ ફોટો મૂકાતા વિવાદ... અશ્લીલ ફોટા મૂકનાર તાલુકા સભ્યએ પોતાના બચાવ માં કહ્યું ... ભૂલ થી પોસ્ટ થાય.. પરંતુ ભૂલ થી એક ગ્રૂપ માં પોસ્ટ થાય શું એક અલગ અલગ ગ્રૂપ માં ભૂલ થી થાય???.
કાલોલ તાલુકાના ના ધારાસભ્ય, પંચમહાલના સાંસદ સહિત કાલોલ મતવિસ્તાર ના ભાજપ ના સંખ્યાબંધ હોદ્દેદારો, મહિલા અગ્રણીઓ, મહિલા હોદ્દેદારો જે વોટસએપ ગ્રુપમાં છે તેવા ગ્રુપમાં ઘોઘંબા તાલુકાના તાલુકા પંચાયત સભ્ય દ્વારા બીભત્સ ફોટા અને લિંક પોસ્ટ થતા સમગ્ર કાલોલ અને ઘોઘંબા પંથકમાં હડકંપમાંથી જવા પામ્યો હતો.
શુક્રવારે એક તરફ યોગ સમગ્ર દેશ યોગમય વાતાવરણ માં હતો અને ઇન્ટરનેશલ યોગા ડે ની ઉજવણી ચાલી રહી હતી એવા માં ઘોઘંબા તાલુકા પંચાયત ના સભ્ય કઈક બીજાજ મૂળ માં હોઈ એમ – ૧૮ પંચમહાલ , ૧૨૭ કાલોલ વિધાનસભા તેમજ ૧૨૭ એફ વી ચૌહાણ જેવા અલગ અલગ વોટસએપ ગૃપ મા મોબાઈલ નંબર ૭૮૭૪૧ ૯૩૪૧૦ નંબર પર થી અત્યંત બીભત્સ અને ગંદા ફોટા , પ્રતિબંધિત પોર્ન વેબાઈટ ની લીંક અને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટેની ફાઈલ મૂકવામા આવી હતી.
જે પૈકી એક એપ ડાઉનલોડ કરી “લાઈવ સેકસ કોલ બેબી ફુલ એચડી પોર્ન વીડિયો ” વાળી એપ ની લીંક મોકલી હતી. જે ગ્રુપમાં ખુદ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, સાંસદ રાજપાલ સિંહ જાદવ, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ વિધાનસભા કાલોલ ના અગ્રણીઓ,મહિલા હોદ્દેદારો મેમ્બર છે તેવા ગ્રુપમાં આ પ્રકારનું અત્યંત બીભત્સ ફોટા અને લીંક મોકલનાર ઘોઘંબા તાલુકા પંચાયત નો સભ્ય હોવાનુ જાણવા મળેલ છે. ભાજપ જેવી શિસ્તબદ્ધ અને સંસ્કારી ગણાતી બેટી બચાવો બેટી પઢાવો ના સૂત્ર માં માનતી પાર્ટી ના વોટસએપ ગ્રુપમાં આવા હલકી માનસિકતા ધરાવતા અને તે પણ તાલુકા પંચાયતના સભ્યોનો હોદ્દો ધરાવતા વ્યક્તિ આવા ફોટા મોકલે તો પાર્ટીની કરની અને કથની માં કેટલો ફર્ક છે તે જોઈ શકાય છે.
શુક્રવારના રોજ આવા ફોટા જોતા જ દરેક ગ્રુપના એડમીન હરકતમાં આવ્યા હતા અને એડમીનો એ ફટાફટ ફોટા ડીલીટ કર્યા હતા. આ અંગે ફોટા મુકનાર નો ટેલીફોનિક સંપર્ક કરતા ગોળ – ગોળ વાતો અને ભૂલ થી પોસ્ટ થયા નું રટણ રટી વાત ટાળી દીધી હતી.
ભાજપ સંલગ્ન આ ગ્રુપો મા ૬૦૦ ઊપરાંત સભ્યો પંચમહાલ મહીસાગર જિલ્લાના છે. ૧૨૭ વિધાનસભા ગૃપ મા ૩૦૦ થી વધુ સભ્યો છે. આ બાબતે જાગૃત નાગરિકો એ જીલ્લા કક્ષાએ રજુઆત કરી પગલા લેવા ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, હવે જોવાનું રહ્યું કાર્યવાહી થાય છે કે કેમ..
સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા વારંવાર અલગ અલગ માધ્યમો દ્વારા જાહેરાતો કરવા આવે છે કે આવી બધી લિંક એપ થી દુર રહો… આવા માં જો કોઈ ગ્રૂપ મેમ્બર દ્વારા અજાણે લાઈક ઓપન કે એપ ઇન્સ્ટોલ થય હોત અને તેઓ કોઈ સાયબર ક્રાઇમ ના ભોગ બન્યા હોત તો જવાબદાર કોણ???