એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનામા વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે આ વ્રત કરે છે. આ સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે.
જૂના કે નવ નિર્મિત મંદિરોના પ્રાંગણમાં પવિત્ર વડની પૂજા થતી જ હોય છે. વટ સાવિત્રી વ્રત અને ઉત્સવો, તહેવારો વખતે ઘટાદાર વડના વૃક્ષ નીચે મહિલાઓ વિશેષ પૂજા અર્ચના કરે છે.
વહેલી સવારથી જ કાલોલ નગરના મંદિરોમાં મોટી સંખ્યામાં મહિલાઓ વટ સાવિત્રી વ્રતની પૂજા કરતી જોવા મળી. મંદિરની સાથે માર્ગો પર આવેલા વિશાળ વડની પણ પૂજા થઈ. નવ વસ્ત્ર, પુષ્પ, પૂજા સામગ્રી અને સુતરની આંટી સાથે પ્રદક્ષિણા કરી વટ સાવિત્રી વ્રતે હજારોની સંખ્યામાં મહિલાઓએ વડનું પૂજન કર્યુ.