કાલોલ ના ઇન્દિરા નગરમાં રહેતા સુરેશ ઉર્ફે સુરજ હઠાજી મારવાડી દ્વારા કેમ્પ એસએસજી હોસ્પિટલ ખાતેથી નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના ઘરની સામે રહેતો. અરવિંદભાઈ ઉર્ફેદ ટોલો ચંદુભાઈ ઓડ અવારનવાર તેની પત્નીને ખરાબ નજરે જોતો હતો તેની પત્ની બાથરૂમમાં નાહવા ગઈ હોય ત્યારે તેમજ કુદરતી હાજતે ગઈ હોય ત્યારે, ઘરમાં એકલી હોય ત્યારે તે તેની સામે ખરાબ નજર જોતો હતો. આ અંગે ફરિયાદીએ અરવિંદને આ બાબતે કહ્યુ હતુ. તેમ છતાં તે ઘરની સામે જોયા કરતો હતો બુધવારના રોજ ફરિયાદી સુરેશ પોતાની નોકરી પૂરી કરી રાત્રિના 12:00 કલાકે ઘરે આવ્યો હતો અને ઘરના ઉપરના માળે ગયો હતો ત્યારે તેણે જોયુ કે સામે ઘરે રહેતો અરવિંદ એના ઘરના ધાબા ઉપર ઉભો ઊભો પોતાના ટોઇલેટ તરફ જોયા કરતો હતો.
જેથી આ બાબતે તેને ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈને તે પોતે તથા તેનો ભાણો સંજયભાઈ રૂમાલભાઈ ઓડ બન્ને ભેગા મળી ગંદી ગાળો બોલી ઝઘડો તકરાર કરતા હતા ગાળો બોલવાની ના પાડતા સંજયે ફરિયાદી સુરેશને પાછળથી પકડી રાખ્યો હતો અને અરવિંદે આજે તને પતાવી દેવો છે તેમ કહી પોતાના હાથમાંનુ ચપ્પુ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે છાતીમાં જમણી બાજુ બગલ નીચે મારી દીધું હતું જેથી તે નીચે પડી ગયો હતો ત્યારબાદ અરવિંદે ડાબા ખભે,છાતીમાં ડાબી બાજુએ, ડાબા હાથે તેમજ કાંડા ના ભાગ ચપ્પુના ધા માર્યા હતા. જેથી વઘુ લોહી નીકળી જવાથી ફરિયાદી બેભાન થઈ ગયા હતા તેઓને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરતા કાલોલ પોલીસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્ત સુરેશ ઊર્ફે સુરજ મારવાડીની ફરિયાદના આધારે મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર બંને ઇસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી પીએસઆઈ એલ એ પરમાર દ્વારા શરૂ કરવામાં આવી છે