રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊનાના વરસિંગપુર ની સીમમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા જ કે.જે પિઠીયા તથા નિલેશભાઈ છગનભાઈ તથા પો.કોન્સ. વિજયભાઈ હાજાભાઇ, મેહુલસિંહ પ્રતાપભાઈ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઈ, તથા ભીખુશા બચુશા તથા પ્રકાશભાઈ પુનાભાઈ તથા ડ્રા.પો.કોન્સ પ્રકાશભાઈ ભીમાભાઇ તથા અભીજીતસિંહ રાજેન્દ્રસિંહ સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. અને રાકેશ પુના વાઘેલા, છગન ભગવાન સોલંકી, રમણ ડાયા મકવાણા, હર્ષદ જેન્તી સોલંકી, જયેશ દિનેશ સોરઠીયા, ભાવેશ સાર્દુલ ચૌહાણ સહિત 7 ને જુગાર રમતા ઝડપી લીધા હતા.જયારે વિજય દેગણ, વિપુલ કાળું નાસી ગયા હતા. પોલીસે રૂ. 47,890 નો મુદ્દામાલ કબજે કરી આ જુગારીઓ વિરુધ્ધ ગુનો નોધ્યો હતો.