OTP આપતાં જ ખાતું ખાલી! બેંક મેનેજર બોલું છું કહી ફોન કાપ્યો, ફરી અજાણ્યો કોલ આવ્યો ને લાખો રૂપિયા છૂમંતર.

breaking Business Cyber Froud Latest

આજના સમયમાં લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી કોઈ નવાઈની વાત નથી. આજે ટેક્નોલોજીના ઉપયોગમાં ફાયદા સાથે ગેરફાયદા વધી ગયા છે. રોજેરોજ લાખોની છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલાને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોઈ ગૂગલમાંથી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. જોકે સામેથી બેંક મેનેજરની ઓળખ આપી ફોન કાપી નાખ્યો હતો. થોડીવારમાં જ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, જેમાં પણ સામેવાળી વ્યક્તિએ બેંક મેનેજર તરીકે ઓળખ આપી એક એપ ડાઉનલોડ કરાવી ઓટીપી માગ્યો હતો, આથી મહિલાએ ઓટીપી આપી દેતાં તેના ખાતામાંથી 2.92 લાખ રૂપિયા છૂમંતર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલા ત્રણ બેંક એકાઉન્ટ ધરાવે છે
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રહેતી અને હાઉસવાઈફ તરીકે કામ કરતી મહિલા ઠગાઈનો ભોગ બની છે. આ અંગે મહિલાએ સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, હું એક હાઉસવાઈફ છું અને મારાં ત્રણ બેન્ક એકાઉન્ટ છે. ગત તા.18/05/2024ના રોજ હું મારા ઘરે હાજર હતી ત્યારે મારે મારી INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈતું હતું, જેથી મેં મારા મોબાઈલમાં ગૂગલ સર્ચમાં જઈને INDUSIND BANKનો નંબર સર્ચ કર્યો હતો, જેમા મને એક ટોલ ફ્રી નં. 18602677777 મળ્યો હતો અને મેં કોલ કર્યો હતો. આ કોલ પર કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો.

સીવીવી નંબર માગતાં મેં આપ્યા હતા
જેમાં તેમણે પોતાની ઓળખ INDUSIND BANKના મેનેજરની ઓળખ આપી હતી. ત્યાર બાદ મેં તેમને જણાવ્યું કે મારે INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે અથવા તમે મને ક્લોસિંગ બેલેન્સ જણાવી આપો. ત્યાર બાદ તેમણે ફોન મૂકી દીધો હતો અને થોડા સમય બાદ મારા નંબર પર અજાણ્યા કોલ પરથી ફોન આવ્યો હતો, જે ફોન મેં ઉપાડ્યો હતો અને તેમણે મને જણાવ્યું કે હું INDUSIND BANKમાંથી બેંક મેનેજર વાત કરું છું. મેં તેમને જણાવ્યું કે મારે INDUSIND BANKનું બેંક સ્ટેટમેન્ટ જોઈએ છે, જેથી તેમણે મારા પાસે INDUSIND BANKના ડેબિટ કાર્ડના પાછળના સીવીવી નંબર માગતાં મેં આપ્યા હતા.

તમને એક એકાઉન્ટ બનાવી આપીશ તેએ કહ્યું
ત્યાર બાદ તેમણે મને જણાવ્યું કે તમને એક એકાઉન્ટ બનાવી આપીશ, જેમા તમને તમારી દરેક બેંકના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોવા મળશે. ત્યાર બાદ તેમણેએ મને જણાવ્યું કે તમે પ્લે સ્ટોરમાં જઈને મને એક એપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. જે એપ ZOHO ASSIST CUSTOMER નામની એપ હતી. જે એપ મેં ડાઉનલોડ કરી હતી. ત્યાર બાદ તેમમે મને જણાવ્યું કે એક ઓટીપી આવશે એ આપો, જેથી મારા ફોનમાં આવેલા ઓટીપી મેં તેમને આપ્યો હતો. આ ટ્રાન્ઝેક્શન દરમિયાન ઠગબાજે રૂપિયા 2,92,000 ઉપાડી લઈ મહિલા સાથે છેતરપિંડી આચારી હતી.

ગઈકાલે MBA થયેલી યુવતીને ઠગે છેતર્યાની ફરિયાદ નોંધાઈ હતી


સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ યુવકે ઇંગ્લેન્ડમાં નોકરી કરતો હોવાનું કહી ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી એમબીએ થયેલી યુવતી સાથે મિત્રતા કરી હતી. એ બાદ ભેજાબાજે યુવતી પાસેથી 2.62 લાખ પડાવ્યા હતા. યુવકે યુકેથી પાર્સલ મોકલ્યું હતું અને એમાં 1.20 લાખ US ડોલર હોવાનું કહી અન્ય મહિલા થકી નાણાં પડાવ્યાં હતાં. આ અંગે સાયબર ક્રાઇમમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે.

યુવતીએ ફરિયાદમાં શુ કહ્યું?
શહેરની 29 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે સોશિયલ મીડિયા પર 1 માર્ચે મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ તેની સાથે મારી વાત થતાં તેણે પોતાનું નામ સોહ્ન યુનમીન કહ્યું હતું. તેણે કહ્યું હતું કે તે કેમિકલ ઇજનેર છે. UKમાં હાર્બર એનર્જીમાં ફ્રીલાન્સર છે અને આસામમાં દિગ્બોઈ પ્લાન્ટમાં નોકરી કરવા આવવાનો છે. તેણે મારો મોબાઇલ નંબર માગતા મેં આપ્યો હતો. મિત્રતા આગળ વધતાં મેં સોહ્ન યુનમીન માટે ઓનલાઇન રૂા.7770ના 2 શૂઝ, 2 પર્ફ્યૂમ મગાવ્યાં હતાં અને આ ગિફ્ટ માટે તેનું એડ્રેસ માગ્યું હતું, જેથી સોહ્ન યુનમીને ક્રિસ આયદિન નામની વ્યક્તિનું દિલ્હીનું સરનામું આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *