પંચમહાલ મિરર ડેસ્ક.
હે રામ! / રાજકોટમાં લાશની લાઈનો! ગેમઝોન દુર્ઘટનામાં 22 લોકો જીવતા ભડથું, મંજર હૈયું કંપાવે તેવું.
રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં લાગી વિકરાળ આગ, 22 લોકોના ગેમઝોનની અંદર મોત.
રાજકોટમાં ગેમઝોનમાં વિકરાળ આગ લાગવાની ઘટના ઘટી છે. આગના લીધે ગેમઝોનમાં માસૂમ બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 22 લોકોના મોત થયા છે
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગે મોતનું તાંડવ મચાવ્યું છે. અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. બીજી બાજુ આગ લાગી ત્યારે રજીસ્ટર ઉપર 70 લોકોની એન્ટ્રી લખેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આજે સાંજના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ હાલ રેસ્કયુ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફાયર વિભાગના જવાનો હાલ બળીને ખાખ થઈ ગયેલા ગેમઝોનના ખૂણે ખૂણા તલાશી રહ્યા છે. વધુમાં ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓએ પણ ધામાં નાખ્યા છે