|| પંચમહાલ મિરર||
..
દાહોદનાં પ્રાથમિક વિભાગનાં શિક્ષકે ચૂંટણી સમયે પોલ ડ્યુટી વચ્ચે જ સિક લીવ માગી લેતા જોવાજેવી થઈ છે. તેણે કહ્યું હતું કે ચૂંટણી સમયેની આ ડ્યુટી મારાથી નહીં થાય એટલે તમે મને આનાથી બચાવજો. આ સમયે આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસરે પણ એક્ટિવ થઈને આ શિક્ષકને કહી દીધું કે તમારી બીમારી જો એટલી જ ગંભીર હોય તો મને 5 દિવસની અંદર મેડિકલ સર્ટિફિકેટ આપી દેજો.
એ પણ જેવું તેવું નહીં પરંતુ એક પ્રોપર સિવિલ સર્જનનું મારે સર્ટિફિકેટ જોઈએ. વધુમાં ઓફિસરે એમ પણ કહી દીધું કે જો તમારી તબિયત 1 દિવસ ઈલેક્શન ડ્યુટી કરી શકો એટલી સારી પણ નથી રહેતી તો એક કામ કરો તમે નિવૃત્તી લઈ લેજો.
લિમખેડામાં આવેલી ડભાડા પ્રાઈમરી સ્કૂલમાં ભણાવતા શિક્ષક પરષોત્તમ પ્રજાપતિને પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે કામ કરવાનો ઓર્ડર મળ્યો હતો. ઈલેક્શન ઓફિસરે જેવો આ ઓર્ડર આપ્યો કે તરત શિક્ષકે કહ્યું કે મારી તબિયત સારી નથી રહી શકતી એટલે મહેરબાની કરી તમે આ ઓર્ડર કેન્સલ કરી દો તો સારુ. આ વાત સામે આવતા જ આસિસ્ટન્ટ ઈલેક્શન ઓફિસરે તેમને નોટિસ ફટકારી દીધી હતી. તેમાં જણાવાયું હતું કે મને પ્રોપર સિવિલ સર્જનનું મેડિકલ સર્ટિફિકેટ જોઈએ છે અને એમાં જો સાબિત થઈ જશે કે તમે કામ નહીં કરી શકો એ પણ 1 દિવસ માટે તો પછી અમે આ ઓર્ડર કેન્સલ કરી દઈશું.
એટલું જ નહીં આ અધિકારીએ એમ પણ કહ્યું કે જો
તમે એક દિવસની ઈલેક્શન ડ્યુટી કરવા માટે સક્ષમ નથી અને એ વસ્તુ જો મેડિકલ સર્ટિફિકેટમાં સાબિત થઈ ગઈ તો તમે ગવર્નમેન્ટ જોબ કરવા માટે પણ લાયક નથી એવું અમે માની લઈશું. એના પરથી હવે તમારે હંમેશા માટે નિવૃત્તી માટેની અરજી પણ દાખલ કરી દેવી જોઈએ. આ દરમિયાન શિક્ષકે ચુપ્પી સાધી દીધી તો દાહોદનાં ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રીક્ટકલેક્ટર વિજય નિર્ગુડેએ કહ્યું કે લોકો જે કામ કરે છે તેમને ઈલેક્શનડ્યુટીની ઈમ્પોર્ટન્સ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આપણે ઘણા એવા પણ લોકો હોય છે કે જે આવી એક દિવસની ડ્યુટીથી બચવા માટે બહાના બનાવતા હોય છે અથવા તો તેઓછટકબારીઓ શોધી દેતા હોય છે. કેટલાક તો એવા પણ હોય છે જે સિનિયરને જાણ કર્યા વિના જ ગુલ્લી મારી દે છે. તો તેમણે આ ઈલેક્શનડ્યુટીનીજવાબદારીને સમજવી જોઈએ.
આવા જ શિક્ષકો સામે નોટીસ ફટાકરવામાં આવે છે. જે લોકો સતત આ રીતે બહાના બનાવીને ઈલેક્શન ડ્યુટીથી બચવા માગતા હોય. આવા અત્યારસુધી 2 કેસ સામે આવ્યા છે જેમાં તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આમાં એવું જ લખાયું છે કે જો તમારુ મેડિકલ સર્ટિફિકેટ એમ સાબિત કરશે કે એક દિવસની ડ્યુટી કરવા તમે સક્ષમ નથી તો તમારી જોબમાંથી નિવૃત્તિ પણ લઈ લેવી જોઈએ. એક શિક્ષકે કહ્યું કે મારે ચાર વર્ષ પહેલા એક અકસ્માત થયો હતો જેના લીધે મને હજુ ઘણીવાર ઈન્જરી થાય છે. આ અંગે હું ઈલેક્શન ઓફિસરને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.