|| પંચમહાલ મિરર||
…. ..હાલોલ…
આજ રોજ પંચમહાલ જીલ્લા ના હાલોલ – માં મોટર્સ ખાતે શ્રી વિશ્વકર્મા વંશી સેના ની કારોબારી સભા યોજાયી જેમાં ગુજરાત રાજ્ય ના તમામ જિલ્લા ના પદાધિકારી ઓ અને મોટી સંખ્યા માં સભ્યો હાજાર રહ્યા હતા.
શ્રી વિશ્વકર્મા વંશી સેના ના ગુજરાત રાજ્ય ના અધ્યક્ષ શ્રી પ્રવીણ ભાઈ પંચાલ ની આગેવાની માં કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.
ગુજરાત પ્રદેશ મહામંત્રી હેમેશભાઈ પંચાલ સહિત સમસ્ત ગુજરાતભરના વિવિધ જિલ્લા અને તાલુકાના વંશી સેનાના હોદ્દેદારોની અધ્યક્ષતામાં આજ રોજ માં મોટર્સ ખાતે કારોબારી સભા નું આયોજન કરવા માં આવ્યું હતું .
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર એ વિશેષ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ સંબોધન કરી પંચાલ સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી.
કારોબારીની બેઠકમાં સમસ્ત પંચાલ સમાજની ઉન્નતિ ઉત્થાન અને સમાજને સર્વશ્રેષ્ઠ બનાવવા તેમજ સમાજમાં પરસ્પર એકતા અને અખંડતા સ્થાપી સમાજના હિત કાર્યો કરવા માટે તેમજ વિવિધ રીતે રિવાજો વિષે તેમજ અન્ય વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
તેમજ શ્રી વિશ્વકર્મા વંશી સેનાના નવીન રાજ્યકક્ષા તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના વિવિધ પદો પર હોદ્દેદારોની નિમણુક કરવા જેવી બાબતોની પણ આ કારોબારી બેઠકમાં ચર્ચા વિચારણા કરી એક બીજા સાથે સલાહ સુચના તેમજ માર્ગદર્શનની આપ-લે કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા વંશી સેનાના ગુજરાત પ્રદેશ પ્રભારી રસિકભાઈ પંચાલ, સહિત સતિષભાઈ પંચાલ ,હિતેશભાઈ પંચાલ ,હસમુખભાઈ પંચાલ તેમજ કાલોલ વિશ્વકર્મા વંશી સેના પ્રમુખ સંજય ભાઈ પંચાલ (લાલા ભાઈ) , રિતેશ ભાઈ પંચાલ , જીજ્ઞેશ ભાઈ પંચાલ , પ્રફુલ ભાઈ પંચાલ અને હાલોલ થી અંકુરભાઈ પંચાલ,નીરવભાઈ પંચાલ રાહુલભાઈ પ્રવીણભાઈ પંચાલ (માં મોટર્સવાળા) અને મનોજભાઈ પંચાલ, પ્રિતેશ પંચાલ, ચિકેશ ભાઈ પંચાલ તથા સમસ્ત ગુજરાતભરના પંચાલ સમાજના મહિલા – પુરુષ અગ્રણીઓએ હાજરી આપી હતી.