|| પંચમહાલ મિરર ડેસ્ક ||
. . .
કોંગ્રેસે વધુ એક લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ અપાઈ છે.

લોકસભાની ચૂંટણી લઈ કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠક પરના ઉમેદવારો નામ પણ સામેલ છે. જેમાં સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. જ્યારે જૂનાગઢ બેઠક પરથી હિરા જોટવા ચૂંટણી લડશે. તો જસપાલસિંહ પઢિયારને વડોદરા બેઠક પર ટિકિટ આપી છે

ત્રણ બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા જાહેર
લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં તમામ પક્ષોએ જીત મેળવવા માટે અલગ-અલગ રણનીતિ બનાવી છે, ત્યારે ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો બીજી તરફ હવે કોંગ્રેસ પક્ષ પણ બાકી રહેતી બેઠકો પર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પર હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસે આજે સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
