RBI Draft: આરબીઆઈનો મોટો નિર્ણય, EMI ચૂકી જવા પર હવે મોટો દંડ નહીં! જુઓ શું છે નવો નિયમ?

breaking Business Gujarat Latest ભારત-India

|| પંચમહાલ મિરર – બીઝનેસ ડેસ્ક. ||

                  .

RBI issues Draft on Penal Charges in Missing Loan EMI: 

તમે પણ કોઈ લોનના ઈએમઆઈ ભરતા હોવ તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે લોન એકાઉન્ટસ પર પેનલ ચાર્જ અને પેનલ ઈન્ટરેસ્ટ સંબંધિત નવી ગાઈડલાઈન બહાર પાડી છે. આ નવો નિયમ પહેલી એપ્રિલથી લાગૂ થઈ ગયો છે. આ નિયમ બેંકો અને ફાઈનાન્સ કંપનીઓને લોન પેમેન્ટ્સમાં ચૂક કે અન્ય લોન નિયમો તોડવા માટે લોન લેનારાઓ પાસેથી વધારાનો ચાર્જ વસૂલતા રોકે છે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓને પેનલ ઈન્ટરેસ્ટ વસૂલતા રોક્યા છે. જે જે મોટાભાગે ઈએમઆઈની ચૂકવણીમાં વિલંબ થાય તો ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો હોય છે. જો કે આરબીઆઈએ લોન લેનારાઓ પર પેનલ્ટી ચાર્જ લગાવવાની મંજૂરી આપેલી છે. પરંતુ બેંકોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ ચાર્જિસને લોન એમાઉન્ટમાં જોડવો જોઈએ નહીં કે પછી તેમના પર વધારાના વ્યાજની ગણતરી કરવી જોઈએ નહીં.

રેવન્યૂ વધારવા માટે બેંક લગાવે છે ચાર્જ
પેનલ વ્યાજ અને ચાર્જ લગાવવા પાછળનો હેતુ લોન ચૂકવવામાં અનુશાસનની ભાવના પેદા કરવાનો છે. આ ચાર્જનો ઉપયોગ રેવન્યૂ વધારવા માટે થવો જોઈએ નહીં. જો કે આરબીઆઈના રિવ્યૂમાં જાણવા મળ્યું કે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ પોતાની આવક વધારવા માટે દંડ અને ચાર્જ લગાવે છે જેનાથી ગ્રાહકોની ફરિયાદો અને વિવાદ થાય છે.

પેનલ ચાર્જ Vs પેનલ વ્યાજ
ડિફોલ્ટ કે નોન કમ્પ્લાયન્સના કેસોમાં લેન્ડર્સ મોટાભાગે પેનલ્ટી લગાવતા હોય છે જે ફિક્સ્ડ ચાર્જ (પેનલ ચાર્જ) કે વધારાના વ્યાજ (પેનલ વ્યાજ) તરીકે હોય છે. પેનલ ચાર્જ એક નિશ્ચિત ચૂકવવો પડતો ચાર્જ છે અને તેમાં વ્યાજ જોડવામાં આવતું નથી. જ્યારે પેનલ વ્યાજ ગ્રાહકો પાસેથી લેવામાં આવતા વર્તમાન વ્યાજદરમાં જોડીને લેવાતો દર છે.

ડ્રાફ્ટમાં નોંધાયેલ આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, નિયમો અને શરતો વિભાગમાં પેનલ્ટી ચાર્જનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે. હાલમાં, મોટાભાગના લોન લેનારાઓ જાણતા નથી અને સમજતા નથી કે, પેનલ્ટી વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *