- છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે
- આણંદ બેઠક પરથી અમિત ચાવડા લડશે ચૂંટણી
- ગાંધીનગરથી અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ
ગુજરાતમાં કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠાથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે. જ્યારે પાટણથી ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. તેમજ સુરતથી નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે.
જ્યારે છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે.
તેમજ દાહોદથી પ્રભાબેન તાવિયાડ ચૂંટણી તો પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેડાથી કાળુસિંહ ડાભી ચૂંટણી લડશે. તેમજ આણંદ બેઠક પરથી અમિત ચાવડા ચૂંટણી લડશે. આ સાથે જ અમરેલીથી જેનીબેન ઠુમ્મરને ટિકિટ મળી છે. કોંગ્રેસ તરફથી જામનગરથી જે.પી.મારવીયા ચૂંટણી લડશે. તો ગુજરાતની ગાંધીનગરથી અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી છે. ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 11 જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ બીજી યાદીમાં 4 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. જે સાથે જ અત્યાર સુધીમાં 15 ઉમેદવારોના નામ જાહેર થયા છે. જ્યારે 2 બેઠક પર આપ સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે.
આ અગાઉ 8 માર્ચે પ્રથમ યાદીમાં પાર્ટીએ 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારનાં નામ બહાર પાડ્યા હતા. આ રીતે કોંગ્રેસે અગાઉ 82 નામોની જાહેરાત કરી હતી.