BREAKING : EDએ CM કેજરીવાલની ધરપકડ કરી..

breaking Gujarat Latest ભારત-India

લિકર પોલિસી કેસમાં 2 કલાક પૂછપરછ બાદ કાર્યવાહી; લીગલ ટીમે હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમમાં પડકાર્યો.

દીલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.

આતિશીએ ધરપકડની પુષ્ટિ કરી.

EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે. દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.

આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *