અપડેટ : ( સમય ૦૯ :૩૦pm આશરે.) વધુ ૨ ઇજાગ્રસ્તો ને વડોદરા સિવિલ ખાતે ખસેડાયા. આમ રિફર ઇજાગ્રસ્તો ૬.
મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના રામનાથ ગામે , 2 ગેસ સિલિન્ડર ફાટતા 22 જેટલા લોકો દાઝ્યાં હતા. જેમાં બાળકો, મહિલાઓ સહિત તમામ દાઝી જનારા એક જ પરિવારના ના અને આજુ બાજુ ના હોવાના આશંકા છે. ઘટનાને પગલે પ્રાથમિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવા માં આવ્યા હતા પરંતુ કાલોલ રેફરલ હોસ્પિટલ માં તત્કાલીન સારવાર માટે ની કોઈ પણ સુવિધા હતી નહિ તેથી મદદે આવેલ લોકો એ પોતાની રીતે દવા ની વ્યવસ્થા કરી હતી અને તમામ ઘવાયેલા લોકો ને સુવિધા ના અભાવે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા. અને ગોધરા સિવિલ ખાતે પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો . સમગ્ર મામલે બોટલ ફાટવા ની ઘાટના નું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.




જાણવા મળ્યા મુજબ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીક રહેલા લોકોના હાથ-પગની ચામડી નીકળી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા ત્રણ લોકોને હાલ વડોદરા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે દેલોલ પૂર્વ સરપંચ અને યુવા નેતા નીરવ પટેલ અને ગામ ના યુવાનો દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી હતી.

કાલોલ પોલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી બરાંડા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પોતાના સ્ટાફ સાથે પોહચીયા હતા તે ઉપરાંત ફાયર ફાઈટર સહિત મામલતદાર અને ગોધરા પ્રાંત અધિકારીની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે.
ગેસ બ્લાસ્ટ ઘટનામાં દાઝી જનારાના નામના યાદી.
- વિષ્ણુભાઈ અરવિંદભાઈ ઓડ, ઉંમર 22 વર્ષ
- લાલાભાઈ દશાભાઈ પરમાર, ઉંમર 50 વર્ષ
- જેન્તીભાઈ પૂજાભાઈ રાવલ, ઉંમર 60 વર્ષ, (ગંભીર)
- મજુલાબહેન જેન્તીભાઈ રાવળ, ઉંમર 45 વર્ષ
- ચંદનભાઈ નટવરલાલ રાવલ, ઉંમર 46 વર્ષ
- ખૂનાન વલ્લભભાઈ પરમાર, ઉંમર, 35 વર્ષ
- તરુણ ભાઈ શૈલેષ રાવલ, ઉંમર 30 વર્ષ
- મેઘાબહેન વિનોદભાઈ રાવલ, ઉંમર 17 વર્ષ
- પારુલ બહેન ભરતભાઇ રાવલ, ઉંમર 18 વર્ષ
- જ્યોત્સનાબહેન લખનભાઈ ઓડ, ઉંમર 30 વર્ષ
- જ્યોત્સનાબહેન જયંતીભાઈ રાવલ, ઉંમર 25 વર્ષ
- આરોહી બહેન યોગેશભાઈ રાવલ, ઉંમર 10 વર્ષ
- નર્મદા બહેન વિઠલ ભાઈ ઓડ, ઉંમર 45 વર્ષ
- હર્ષ અમિતકુમાર રાવલ, ઉંમર 8 વર્ષ
- નવ્યા બહેન યોગેશ રાવળ, ઉંમર 7 વર્ષ
- અર્પિતાબહેન અલ્પેશ રાવલ, ઉંમર 3 વર્ષ
- મેહુલ મુકેશભાઈ રાવલ, ઉંમર 19 વર્ષ
- રાવળ પુનમબહેન અલ્પેશ ભાઈ, ઉંમર, 25 વર્ષ
- અંબાબહેન શંકરભાઇ રાવળ, ઉંમર 62 વર્ષ
- કિશન જેન્તીભાઈ રાવળ, ઉંમર 22 વર્ષ
- વિરાજ અતુલભાઈ રાવળ, ઉંમર 5 વર્ષ
- સુરેશભાઈ છગનભાઈ રાવળ
આ સમાચાર ના સતત અપડેટ કરી રહ્યાં છીએ… વાચતા રહો.. પંચમહાલ મિરર સમાચાર પત્ર