કાલોલ બી.એસ.એમ. સ્કુલ દ્વારા   વિદ્યાર્થીઓ ના ઇનામ વિતરણ અને વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.

Gujarat Kalol Latest Madhya Gujarat

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ સંચાલિત શ્રીમતી જ. અં. પરીખ બાલમંદિર તથા બી.એસ.એમ.સ્કૂલ ના ધોરણ 1 થી 5 ના બાળકો નો ઇનામ વિતરણ અને વાર્ષિક દિન યોજાયો ,જેમાં મુખ્ય મહેમાન  સુભાષભાઈ મહેતા, અતિથિ વિશેષશ્રીઓ તરીકે મંડળના માજી સલાહકાર  શશીકાંતભાઈ પરીખ, જયંતીભાઈ પટેલ અને શ નવીનભાઈ પરીખ તેમજ શ્રી રામજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ શાહ, અને એન.એમ.જી. હોસ્પિટલના ટ્રસ્ટી પ્રકાશભાઈ ગાંધી અને શાળાના નિવૃત્ત આચાર્ય શ્રીમતી પ્રેમીલાબેન દરજી અને નિવૃત્ત શિક્ષક શ્રીમતી સુધાબેન પરીખની  સાથે મંડળના પ્રમુખ  અંજનાબેન મહેતા અને આચાર્ય મહેશભાઈ પટેલે ડાયસ શોભાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જુનિયર કેજી થી ધોરણ પાંચ સુધીના પ્રથમ અને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને મોમેન્ટો ની સાથે  સુભાષભાઈ મહેતા તરફથી પણ પુરસ્કાર રૂપે રોકડ રકમનું કવર આપી વિધાર્થીઓને સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને વાલીઓ અને મંડળ ના વા.સભ્યોને આવકાર મંડળ પ્રમુખ અંજનાબેન મહેતાએ શબ્દસુમનથી આવકારી  હાર્દિક સ્વાગત કર્યું હતું. ડાયસ પરના મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. બાલમંદિર અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથૅના,ડાન્સ ,નાટક,ગરબા અને બીજી અન્ય કૃતિઓ રજુ કરી વાર્ષિકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પર્યાવરણ બચાવો નું નાટક અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સુંદરી નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *