રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝેર ગામે સાગી લાકડા જંગલોમાંથી કાપીને તેને ઘરમાં રાખીને તેમાંથી ફર્નિચર બનાવતાં હોવાની બાતમી મળતા કેવડીયા ડીવાયએસપી વાણી બેન દુધાત આરએફઓ વિક્રમસિંહ ગ ભાણીયા કેવડીયા પી.આઈ પીટી ચૌધરી પીએસઆઇ રાઠવા તથા પી.એસ.આઇ પરમાર દ્વારા વહેલી સવારે રેડ કરતા આશરે બે લાખથી વધુ મુદ્દામાલ હા વનવિભાગે ઝડપી પાડયો છે ત્યારે લોકડાઉંન નો લાભ લઈને ગેરકાયદેસર રીતે સાગી લાકડાં કાપી તેમાંથી ફર્નિચર નો જથ્થો અને હજારો ઝડપી આશરે દસ જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રેડ પાડવા ગયેલા પોલીસ અધિકારીઓ દ્વારા જ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક ન પેહરી ને સરકારએ જાહેર કરેલા નિયમો ના ધજાગરા ઉડાડ્યા હતા જયારે પ્રજાજનો કાયદાનો ભંગ કરે ત્યારે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા થયેલા નિયમો ના ભંગ બદલ શુ કાર્યવાહી થશે? એ હવે જોવાનું રહ્યું છે