કેવડીયા કોલોની સરકારી હાઈસ્કુલના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો  સ્નેહ મિલન સમારોહ સંમેલન એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો

bharuch Daxin Gujarat Gujarat Latest Madhya Gujarat Narmada

નર્મદા જીલ્લા ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સંમેલન સમારોહ  યોજાયો હતો. એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા ભુતપુર્વ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.હાઈસ્કુલમાં અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવી નામના મેળવનારા ભુતપુર્વ   વિદ્યાર્થીઓનુ પણ મોમેન્ટો આપીને  સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ. ભુતપુર્વ વિધાર્થીઓએ એકબીજાને મળીને  હાઈસ્કુલના અભ્યાસકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. શાળાના ભુતપુર્વ વરિષ્ઠ શિક્ષકોનું પણ વિશેષ  સન્માન કરવામા આવ્યું હતુ.કાર્યક્રમના અંતમાં સૌએ ભેગા મળીને ગરબાની રમઝટ બોલાવી હતી. અને ભોજન બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ થઈ હતી. વિદ્યાર્થીઓએ આયોજકોનો  સવિશેષ  આભાર માનીને આવા કાર્યક્રમો સંમયાતંરે કરતા રહેવાનો અનુરોધ પણ કર્યા હતો. 

શાળા એટલે ભવિષ્યનુ ઘડતર કરનારી  સંસ્થા છે.,  શિક્ષણ,સંસ્કાર, અને સામાજીક મુલ્યોના પાઠ આપણે શાળામાથી શીખતા હોય છે. શાળાના અભ્યાસ પુર્ણ થયા પછી એ શાળાના દિવસો હમેશા આજીવન યાદ આવતા રહે છે. આવી જ યાદો ફરી તાજી રહે તે માટે  કેવડીયા કોલોની ખાતે આવેલી 1965માં સ્થાપિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ભુતપુર્વ વિધાર્થીઓનો સ્નેહ  મિલન સમારોહ  એક્તા ઓડીટોરીયમ ખાતે યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કેવડીયા હાઈસ્કુલના દિવંગત વિદ્યાર્થીઓ, શિક્ષકો,કર્મચારીઓના માનમાં બે મિનીટ મૌન પાળવામા આવ્યુ હતું. ગુજરાત તેમજ અન્ય રાજ્યોમા રહેતા ભુતપુર્વ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમની પ્રસ્તાવના રજુ કરવામા આવી હતી. સરકારી હાઈસ્કુલમાં અભ્યાસ કરનારા ભુતપુર્વ વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રોમા સિધ્ધી મેળવીને નામ રોશન કર્યુ છે. જેમા સાહિત્ય,પત્રકારત્વ,આર્મી, પોલીસ, સરકારી સેવા,ફિલ્મ જગતક્ષેત્રમાં  પોતાનુ  અને શાળાનુ નામ  રોશન કરનારા ભુતપુર્વ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યા હતા.  શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શાળાના આમંત્રિત આચાર્ય, તમામ ગુરુજનોનુ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આમત્રિતો દ્વારા કાર્યક્રમને લઈને પોતાના વ્યકતવ્ય રજુ કર્યા હતા.સાથે સાથે વર્ષો પછી પોતાની સાથે અભ્યાસ કરનારા મિત્રોને મળીને સૌકૌઈ ખુશીની ઝુમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓએ સૌ સાથે મળીને શાળા દિવસોના સંસ્મરણો પણ વાગોળ્યા હતાં. રસ્સાખેચની રમત રમીને શાળા જેવો પણ આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ જામી હતી. અને  પ્રીતીભોજન સાથે કાર્યક્રમની પુર્ણાહુતિ થઈ હતી.કાર્યક્રમમાં  મોટી સંખ્યામા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *