કેશોદના ખીરસરા ગામે તળાવ ઉડું થતાં ખેડૂતો બે મોસમ ખેતી કરી શકશે…
ચોમાસામાં ભારે વરસાદમાં ભરાઈ રહેતું પાણી કેનાલ દ્વારા તળાવમાં સંગ્રહ થતાં જળસ્તર ઉચું આવશે…
કેશોદ તાલુકામાં આવેલ ઘેડ પંથકમા પસાર થતી સાબળી નદી અને ઓઝત નદીમાં ભારે વરસાદ પડતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ દરિયામાં ભરતીના કારણે વરસાદી પાણી ભળી ન શકતાં સમગ્ર ઘેડ પંથકમા જળબંબાકાર ની સ્થિતિ સામાન્ય રીતે સર્જાય છે ત્યારે ૨૭ જેટલાં ઘેડ પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં ખીરસરા ગામ નું સીમતળ ઉચું ઢોળાવ વાળું હોવાથી પાણીનાં સ્ત્રોત સિમિત હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચોમાસામાં એક મોસમમાં વાવેતર કરી શકતાં હોય અને ઉનાળામાં તો પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાતા ખેડૂતો પશુપાલકો અને ગ્રામ્ય જનો હેરાન પરેશાન થતાં હોય છે.
કેશોદના ખીરસરા ગામનાં યુવાન સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારૂ એ આ સમસ્યાનો ઉકેલ લાવવા પોતાની કોઠાસુઝથી હલ શોધી પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન કરી હિન્દુ સ્મશાન અને હાઈસ્કૂલ વચ્ચે આવેલાં જુના નાનાં તળાવને ઉડું અને પહોળું બનાવવાની સાથે નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ રહેતું વરસાદી પાણી કેનાલ મારફતે તળાવમાં સંગ્રહ થાય એવી વ્યવસ્થા કરવાનું બીડું ઝડપ્યું. ગત વર્ષે ગુજરાત રાજ્ય સરકાર ના પુર્વ મંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને સાસંદ રમેશભાઈ ધડુક ને પરિસ્થિતિ થી વાફેક કરી સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી બે વર્ષથી જહેમત ઉઠાવી બે એકર જેટલા ક્ષેત્રફળમાં ત્રણ માથોડા જેટલું ઉડું તળાવ બનાવવામાં સફળતા મેળવી છે. ખીરસરા ગ્રામ પંચાયત ના પુર્વ સરપંચ જે જે પટેલ જુનાગઢ જીલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વનિતાબેન મનસુખભાઈ રાઠોડ કેશોદ તાલુકા પંચાયત ના પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા સહિત સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારૂ સાથે રહીને ગત વર્ષે અને આ વર્ષે સાસંદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ ને રજુઆત કરી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે એન ભાટુ, સિંચાઈ પેટાવિભાગ – ૨૯ ના નાયબ કાર્યપાલક ઈજનેર એમ જે વઘાસીયા, સિંચાઈ યાંત્રિક વિભાગના કાર્યપાલક ઈજનેર પી એસ પટેલ ના હકારાત્મક અભિગમ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હરિયાળી ક્રાંતિ ના સ્વપ્નનો ને ચરિતાર્થ કરવા સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સહકારથી દોઢેક માસથી રાજ્ય સરકાર દ્વારા મશીનરી ફાળવવામાં આવતાં કેશોદના ખીરસરા ગામના પાદરમાં તળાવ ઉડું અને પહોળું થવાની સાથે સાથે કેનાલ મારફતે પાણી સંગ્રહ કરવાનું આયોજન પૂર્ણતા ના આરે પહોંચી ગયું છે. કેશોદના ખીરસરા ગામનાં પાદરમાં તળાવ અને કેનાલ આસપાસના વિસ્તારમાં ખીરસરા ગ્રામ પંચાયત હસ્તકના ચારેક કુવાઓ આવેલ છે જેમાં પાણી ખૂટશે નહીં જેથી પીવાના પાણીની સમસ્યા હળવી બની ગઈ છે. તળાવ અને કેનાલમાં પાણી લાંબો સમય સંગ્રહ થવાથી આસપાસના સાઈઠ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખરીફ પાક અને રવિ પાકની બે મોસમમાં ખેતી કરી શકશે. પશુપાલકો ને માલઢોર માટે પીવાના પાણીની અને ઘાસચારાની સમસ્યા હળવી બની જશે જેથી ખીરસરા ગામનાં રહીશો ખેડૂતો પશુપાલકો ના ચહેરા પર ખુશી વ્યાપી ગઈ છે. સાસંદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરી છેલ્લાં બે વર્ષથી મશીનરી ફાળવવામાં આવે છે ત્યારે હજુ બે વર્ષ સુધી મશીનરી ફાળવવામાં આવે તો ખીરસરા ગામનાં તળાવને ઉડું ઉતારવાનું કામ પરિણામલક્ષી સાબિત થશે તેમજ ચોમાસામાં ભરાઈ રહેતું વરસાદી પાણી રોડ રસ્તા ને ખેતરના ધોવાણથી થતાં નુકસાન મા થી મુક્ત થઈ જશે. મકકમ નિર્ધાર સાથે નૈતિકતા અને ઈમાનદારી થી નિસ્વાર્થ રીતે ગમે એવું અઘરું કાર્ય હાથમાં લઈને નીકળો તો પદાધિકારીઓ અને અધિકારીઓ સંપૂર્ણ સહકાર આપે છે એ હકીકત ખીરસરા ગામનાં સામાજિક કાર્યકર વિજયભાઈ વિરમભાઈ મારૂ એ સાબિત કરી બતાવી છે. એમનાં પ્રેરણાદાયી કાર્યોની સુવાસ થી સમગ્ર તાલુકાનાં યુવાનો ને પ્રેરણા સાથે નવી ઉર્જા મળી રહેશે.
રિપોર્ટર શોભના બાલાસ