કેશોદ પોલીસે આઠ જુગારીઓને રૂપિયા ૧૬૩૦૦/- રોકડ મુદામાલ સાથે ઝડપી લીધા…

breaking Gujarat Junagadh Latest Saurashtra

રિપોર્ટર : શોભના બાલસ.

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના અને કેશોદ પોલીસ વિભાગના ઈન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતર ના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સપેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસતાં ભાગતાં આરોપીઓ ને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રિફીંગ કરી કડક સુચના આપવામાં આવી હતી. રાઉન્ડ પેટ્રોલિંગ મા પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટીયા, વિનયસિંહ કાળુભાઈ સીસોદીયા તથા અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા ને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના મેસવાણ ગામે દરબાર પાટી વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમી રહ્યાં છે જેની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી બાતમીના સ્થળે પહોંચતાં સ્ટ્રીટ લાઈટ  ના અજવાળે ગોળ કુંડાળું કરીને તીનપતીનો  હારજીતનો  જુગાર રમતાં હોય નાસવાનો પ્રયાસ કરતાં જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ હાથ ધરવામાં આવતાં રમેશભાઈ દાનાભાઈ ધાના, મનહરભાઈ ઉર્ફે કાળુભાઈ મેણંદભાઈ પરમાર,નરેન્દ્રભાઈ હરદાસભાઈ બાબરીયા, બીપીનભાઈ બચુભાઈ બાબરીયા,દેવશીભાઈ પરબતભાઈ મારૂ, મેહુલભાઈ વાલાભાઈ મક્કા,પ્રવીણભાઈ હરદાસભાઈ બાબરીયા, મહેશભાઈ મણીલાલ સંઘાણી રહેવાસી તમામ મેસવાણ  વાળાને રોકડ રૂપિયા ૧૬,૩૦૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *