આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી એ ઓપન માર્કેટ ક્લોજ માર્કેટ માં બ્રોન્ઝ મેડલ, અને રિલે રેસ માં ગોલ્ડ મેડલ વિજેતા બન્યા હતા જ્યારે નર્સરી માં અભ્યાસ કરતા મુહમ્મદ જૈદ મુહમ્મદ ખત્રી એ બોલ બેલેંસિંગ માં ગોલ્ડ મેડલ અને આલ્ફાબેટ આઇડેન્ટી માં બ્રોન્ઝ મેડલ જીતયાં હતાં જેને લઇ ખત્રી સમાજ નું નામ રોશન થતાં ખત્રી સમાજ ના લોકો માં ખુશી ની લહેર ફેલાઈ જવા પામી હતી અને ચારે ઓર થી પંથક માં લોકો એ તેમના વાલી ને અભિનદન ની વર્ષા કરી હતી જ્યારે અન્ય વિદ્યાર્થિઓ ને પણ ગોલ્ડ મેડલ તેમજ અન્ય મેડલો થી નવાજતાં જીતનાર વિધાર્થીઓ માં તેમજ વાલીઓ માં ખુશી ની લહેર વ્યાપી જવા પામી હતી.
Home > Daxin Gujarat > bharuch > આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.