|| પંચમહાલ મિરર ડેસ્ક ||
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
શિલ્પશાસ્ત્રના આદ્યપિતા-ભગવાન વિશ્વકર્મામહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે.
મહાસુદ તેરસ એટલે ભગવાન વિશ્વકર્માનો જન્મ-દિવસ. તેઓ જગતના ‘સર્જનના દેવ’ ગણાય છે. તેમના પિતાનું નામ હતું. પ્રભાસવસુ અને માતાનું નામ ભુવનાદેવી. અહીં પંચાલ, સુથાર, સોની, લુહાર, શિલ્પી અને કડિયા તેમને પોતાના આરાધ્યદેવ માનીને તેમની ઉપાસના કરે છે.
ભગવાન વિશ્વકર્મા ચંદ્રથી પણ અધિક સુંદર હતા. તેમનાં બુદ્ધિ-ચાતુર્યથી અંજાઈને પ્રહ્લાદજીએ પોતાની પુત્રી વ્રોચના સાથે તેમનાં લગ્ન કરાવ્યાં હતા. તેમનાં સંતાનો ખૂબ સંસ્કારી હતાં.ભગવાન વિશ્વકર્માને ચાર હાથ છે. તેમના એક હાથમાં ગજ, બીજામાં કમંડળ, ત્રીજામાં પુસ્તક અને ચોથા હાથમાં માળા છે. તેઓ ત્રિનેત્ર છે. હંસ તેમનું વાહન છે. દેવ પરંપરામાં તેમનું સ્થાન અનન્ય છે. તેમણે ભગવાન વિષ્ણુ માટે સુદર્શન ચક્ર, શિવજી માટે ત્રિશૂળ, કાર્તિક સ્વામી માટે ભાલો, દુર્ગામાતા માટે આભૂષણો, રાજા રઘુ માટે સારંગ ધનુષ્ય બનાવ્યું છે. આ ઉપરાંત શિવપાર્વતીના લગ્ન માટે લગ્નમંડપ, દેવો માટે ઇન્દ્રલોક, કુબેર માટે સોનાની લંકા અને શ્રીકૃષ્ણ માટે દ્વારિકા નગરી બનાવી છે. તેમણે જગત સમક્ષ ‘કન્યાદાન’નો કેવો મહિમા ગાયો છે ! તેઓ વિશ્વને સુખ આપનાર મહાન ઇશ્વરીય અવતાર હતા. શિલ્પશાસ્ત્રના આદ્યપિતા ભગવાન વિશ્વકર્માને તેમની જયંતીએ કોટિ કોટિ વંદન.
પંચમહાલ જિલ્લામાં પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત હાલોલ – કાલોલ – ગોધરા – દહોદ શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શ્રી વિશ્વ કર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરમાં નિર્ધારિત માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના યુવાનો બાળકો અને મહિલાઓ હાજર રહી રહી ત્યારે શોભાયાત્રામાં મહિલાઓએ રાસ, ગરબાની વિશેષ રમઝટ બોલાવી હતી.