એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
પંચમહાલ જિલ્લાના વિઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નો પાંચમો પદવીદાન દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કાલોલ ની કોમલ પ્રકાશ કુમાર દવે એ અંગ્રેજી વિષય માં ઇન્ડિયન માયથોલોજી ઉપર પી.એચડી કરી સમગ્ર કાલોલ ગામ નું નામ રોશન કર્યું છે. અને કોમલ દવે ને આ દીક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત ના હસ્તે પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પંચમહાલ મિરર સાથે ની વાતચીત માં પદવી મેળવનાર વિદ્યાર્થિની કોમલ દવે એ જણાવ્યું હતું કે.. હું આજના યુવાનો એટલું કેહવા માંગીશ કે..લોકો તમારા વિશે શું વિચારશે એના વિશે વિચાર્યા વગર તમારું કર્મ કરતાં કરો એક દિવસ તમને સફળતા જરૂર મળશે..