વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

breaking gujarat Gujarat Latest Madhya Gujarat vadodara

પંચમહાલ મિરર ડેસ્ક. ||

બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ.

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે.
આ અંગે વડોદરા કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ ચૌહાણે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું છે કે હરણી લેકઝોન ખાતે 2017થી કામગીરીનો વર્કઓર્ડર મેસર્સ કોટિયા પ્રોજેક્ટને સોંપવામાં આવ્યો છે. જેમાં જુદી-જુદી રાઇડ્સ, ખાણી-પીણી, બેન્ક્વેટ હોલ અને બોટિંગ જેવી આનંદ પ્રમોદની સુવિધા આપવામાં આવેલ છે. જેની સંપૂર્ણ જવાબદારી મેસર્સ કોટિયા પ્રોજેક્ટની છે.

25 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા.
વધુમાં તેમણે જણાવ્યું કે ગઇકાલે આશરે સાંજના સાડા ચારેક વાગ્યે હરણી લેકઝોન ખાતે ન્યુ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવ્યા હતા. જેમાંથી અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 4 જેટલા શિક્ષકો તળાવમાં નૌકાવિહાર કરતા હતા. જેમાં અમારા જાણવા મુજબ બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડી બોટિંગ કરાવતા હતા. તેમાંથી કેટલાંક બાળકોને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બેસાડ્યા હતા.

બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 સામે ફરિયાદ.

  1. બીનીત કોટીયા ઉવ.૩૨ રહે ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
  2. હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
  3. ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી. રોડ કારેલીબાગ વડોદરા
  4. વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
  5. દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
  6. ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪,પુનિતનગર જી. આઇ. બી. કોલોની,જુના પાદરા રોડ વડોદરા
  7. રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
  8. જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
  9. નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪, અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
  10. તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વજવિહાર સોસાયટી એરપોર્ટ,હરણી રોડ વડોદરા
  11. ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર,આજવારોડ વડોદરા
  12. વૈદ પ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લબુલેશનગર, આજવારોડ વડોદરા
  13. ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે. ૩૪, અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ દિવાળીપુરા વડોદરા
  14. નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે એન/૨૦, પાર્વતીનગર,સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા
  15. વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા
  16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી
  17. બોટ ઓપરેટર નયન ગોહિલ
  18. બોટ ઓપરેટર અંકિત નામનો

જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં કેસની તપાસ કરાશે

હાલમાં દુર્ઘટનાને લઇ હરણી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવને લઇ ત્વરિત તપાસ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે દસ દિવસમાં તમામ ઘટનાનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતની નવ ટીમો બનાવી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટની આગેવાનીમાં આ સમગ્ર કેસની તપાસ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *