- જિલ્લાની સ્કૂલોમાં ઘટના કચેરીના ધ્યાને આવતા નિર્ણય
- સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે
- રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009
હાલના દિવસોમાં વિદ્યાર્થીને માનસિક અને શારીરિક ત્રાસની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં.જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મ વિશ્વાસ ગુમાવી બેસે છે. સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે.
જો આવી કોઈ ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખાશે. રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે તથા આર્ટિસ્ટ એક્ટ-2009 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ-2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે.
નોંધનીય છેકે, આર્ટિસ્ટ એક્ટ-2009ની કલમ 17ની જોગવાઈ મુજબ કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં. છતાં જિલ્લાની સ્કૂલોઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા તથા માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી. જેનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે.