શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિધાર્થીઓને જીવનમાં રમતનું મહત્વ સમજાવી વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.