નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

bharuch breaking Daxin Gujarat Gujarat Latest Narmada

અંકુર ઋષિ : નર્મદા

આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ પોતાના ખેતરમાંથી ઘરે જતા હતા ત્યારે અચાનક પતંગની દોરી મોઢા પર આવી જતા મોઢા ડાળી પાસે દોરી ફરી વાર્તા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે રાજપીપળા ના આત્મીય હોસ્પિટલ ડો,જયેશ પટેલ પાસે લાવતા તેઓએ તાત્કાલિક ધોરણે તેઓને 35 થી 40 ટાંકા લઈને તેઓને જાન બચાવી હતી અને સારવાર આપી હતી.

આ બાબતે ડો, જયેશ પટેલ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે હાલ ઉતરાણ આવી રહી છે ત્યારે મોટરસાયકલ ચલાવતા ચાલકોને સેફટી રાખી ખૂબ જરૂરી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *