નર્મદા: આદિવાસી યુવા પરિષદ ના સંયોજક ડૉ કિરણ વસાવા દ્વારા સાગબારા તાલુકા ના સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી સુનિલભાઈ ડી .વસાવા ને આવેદનપત્ર આપવામાં આવ્યું

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

જેમાં વૈશ્વિક મહામારી ના લીધે તૂટી પડેલ નાના-મોટા રોજગાર ધંધા અને પાયમાલ બનેલ ખેડૂતો ને આર્થિક સહકાર આપવા અને સહયોગ કરવા માટે 3 મુદ્દા ઓ પર આવેદન આપવા માં આવ્યું અને તમામ ગ્રામપંચાયત માં ઠરાવ કરી રાજ્ય સરકાર પાસે માંગ કરવા અંગે નિવેદન કરવા માં આવ્યું

1) ગુજરાત રાજ્ય ની તમામ શાળા ઓ અને કોલેજો માં પ્રથમ સત્ર ની સંપૂર્ણ ફી માફ થાય

2) ગુજરાત રાજ્ય માં તમામ વર્ગો ના લોકો માટે માર્ચ થી જૂન 2020 સુધી 4 મહિનાની વીજળી બિલ માફ થાય

3) ગુજરાત રાજ્ય માં આવનાર ચોમાસુ પાક માટે તમામ વર્ગ ના ખેડૂતો ને સર્વે નંબર દીધી જરૂરી ” બિયારણ અને ખાતર” સંપૂર્ણ રીતે મફત ધોરણે આપવા માં આવે.

આવી માંગ સાથે આવેદન પત્ર આપવા મા આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *