એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
- ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા ૧૧-૧૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પાવાગઢ થી શરૂ થશે.
- તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ ની સાંજે તાજપુરા શ્રી નારાયણ બાપુ ના ધામ માં લોક ડાયરા નું આયોજન.
- ગુજરાતની એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવરતી પરિક્રમા છે.
અશ્વમેઘ યજ્ઞ જેટલુ ફળ આપે છે ગુજરાતના આ ઊંચા પર્વતની પરિક્રમા….
પાવાગઢ પરિક્રમા નો રૂટ…
- 44 કિમી લાંબો રૂટ ધરાવતી પરિક્રમા બે દિવસમાં પૂર્ણ થાય છે.
- ઋષિ વિશ્વામિત્રએ સૌ પ્રથમ પાવાગઢની પરિક્રમા કરી હતી.
- પાવાગઢ પર્વતનો આકાર શ્રીયંત્ર રૂપે હોઈ આ પરિક્રમાથી શ્રીયંત્રની પરિક્રમાનું ફળ મળે છે.
આજથી આશરે 700 વર્ષ પહેલાં ઐતિહાસિક સમયમાં રાજપૂત શાસનકાળ દરમ્યાન વિધિવત રીતે માતાજીની ધજાનું પૂજન કરી ઢોલ, નગારાં અને શરણાઈના નાદ સાથે હાથીની અંબાડી સાથે રજવાડી ઠાઠ સાથે પાવાગઢ પરિક્રમાનો શુભારંભ કરવામાં આવતો હતો પણ કાળક્રમે વિધર્મીઓના આક્રમણોના લીધે પાવાગઢ પરિક્રમા લૂપ્ત થતી ગઈ.
પણ આજે ફરી છેલ્લા આઠ વર્ષથી પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ, સાધુસંતોના આશીર્વાદ અને સ્થાનિક પ્રસાશનના અથાગ પ્રયત્નો થકી આ પરિક્રમાનો શુભારંભ થઈ ચૂક્યો છે. પરિક્રમાર્થી ભકતોના બહોળા ઉત્સાહને લીધે પાવાગઢ પરિક્રમા અઢળક સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
આગામી તા 11 અને 12 જાન્યુઆરી 2024 ના રોજ પાવાગઢની ઐતિહાસિક પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા વર્ષ 2016 થી પાવગઢ પરિક્રમા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
પાછલા વર્ષમાં થયેલ પરિક્રમા…
જેથી આ પરિક્રમા વિશ્વામૈત્રી પદયાત્રા તરીકે પણ ઓળખાય છે. પાવાગઢ પર્વતની આકૃતિ શ્રી યંત્ર રૂપે હોય આ પરિક્રમા કરવાથી શ્રી યંત્ર પરિક્રમાનું ફળ મળતું હોવાની પણ શ્રદ્ધા છે. પાવાગઢ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. કહેવાય છે કે પાવગઢ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોવાની શ્રદ્ધા છે. સદીઓ પહેલા આ પરિક્રમા અસંગઠિત રીતે ટુકડે ટુકડે થતી હતી. ત્યારબાદ સમયકાળના ચક્રની ગતિએ આ ઐતિહાસિક પરિક્રમા વિસરાઇ ગઇ હતી.
44 કિમી. લાંબી આ પરિક્રમા પાવાગઢ તળેટીમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરી ટપલાવાવ, તાજપુરા થઈ કેદારેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ અને પાછી વાઘેશ્વરી માતાના મંદિરે અને અંતિમ દિવસે પૂર્ણ થાય છે.
કેહવાય છે કે આ પવિત્ર પાવાગઢ પરિક્રમા પૌરાણિક છે જેનો પંચાગમાં પણ માગશર વદ અમાસના દિવસે ઉલ્લેખ જોવા મળે છે.
આ સાથે પાવાગઢ પરિક્રમા યાત્રિકોનું રાત્રિ રોકાણ સંત શ્રી નારાયણ બાપુ ના આશ્રમે તાજપુરા ખાતે પાવાગઢ પરિક્રમા સેવા સમિતિ દ્વારા કરવા માં આવ્યું છે તદ્દ ઉપરાંત પાવાગઢ પરિક્રમા યાત્રા સંપૂર્ણ નિ:શુલ્ક યાત્રા છે જેની ભકતોએ નોંધ લેવી….
માટે આવો…બે દિવસ પ્રેમથી પ્રકૃતિની સમીપે મહામાયાનો ખોળો ખુંદી સાચો જીવન લહાવો લઈએ.
માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે એજ ભાવ સાથે સૌને જય મહાકાળી..જય માતાજી.
પાવાગઢ પરિક્રમા: તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૪
પ્રસ્થાન સ્થળ : શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર. (પાવાગઢ ગામ) સવારે 7:00 કલાકે…