એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે.
૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવા માં આવ્યું હતું તેજ રીતે કાલોલ ના અલીન્દ્રા ચોકડી પાસે વિશ્વકર્મા વંશી સેના ના પ્રમુખ લાલભાઈ અને રીતેશ ભાઈ પંચાલ તે સાથે કાલોલ શહેર માં પણ તમામ હિન્દુ સંગઠનો અને કાલોલ ની જનતા દ્વારા જય શ્રી રામ ના નારા સાથે સ્વાગતકરવા માં આવ્યું .
કલાનગરી વડોદરા ના કલાકારો ભક્તિ પ્રત્યે અતૂટ વિશ્વાસ ધરાવે છે. ત્યારે અયોધ્યામાં નિર્માણ થયેલ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. ત્યારે સમગ્ર મંદિર પરિસર સુગંધથી મહેકી ઉઠે તે માટે શહેરના રામભક્ત વિહાભાઈ ભરવાડ એ પંચદ્રવ્યનો ઉપયોગ કરી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી ધ અગરબત્તી બનાવી છે, જેનું વડોદરા ખાતે આવેલ પાંજરાપોળ ગ્રાઉન્ડથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો અને હજારો રામભક્તોની ઉપસ્થિતિમાં અયોધ્યા ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
વડોદરાના ભરવાડ સમાજના આગેવાન અને રામભક્ત વિહાભાઈ ભરવાડે આ ધૂપસળી 6 મહિનાની અથાગ મહેનત બાદ તૈયાર કરી હતી. આ ધૂપસળી 45 દિવસ સુધી રામમંદિર અયોધ્યામાં સુગંધ ફેલાવશે. આ ધૂપસળીમાં ખુબજ મહેક ફેલાવે તેવા પંચદ્રવ્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ધૂપસળી આજે સવારે તેઓના નિવાસ સ્થાનેથી હજારો ભરવાડ સમાજના લોકો અને રામભક્તોની હાજરીમાં આજવા રોડ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી. બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તેનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
અગરબત્તીનું સ્થાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ નોંધવામાં આવ્યું
ધૂપસળી બનાવવા આ વસ્તુનો ઉપયોગ થયો
- ગીર ગાયનું ઘી- 191 કિલો
- ગુગળ ધૂપ- 376 કિલો
- જવ- 280 કિલો
- તલ- 280 કિલો
- કોપરાનું છીણ- 376 કિલો
- હવન સામગ્રી- 425 કિલો
- ગાયના છાણનો ભૂકો- 1475 કિલો