વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે વર્ષના અંતિમ ‘મન કી બાત’ના કાર્યક્રમને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જે રીતે હું મારા પરિવારના લોકોને મળ્યા પછી અનુભવું છું, આ રેડિયો પ્રોગ્રામ દ્વારા તમારા લોકો સાથે વાત કર્યા પછી મને એવું જ લાગે છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને નવા વર્ષ 2024 ની શુભેચ્છા પાઠવી.
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આપણા દેશે આ વર્ષમાં ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારતનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરેલો છે. તે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી ભરપૂર છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે.
ભારતના પ્રયાસથી વર્ષ 2023ને ‘ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જેનાથી સ્ટાર્ટઅપ્સને આ ક્ષેત્રમાં કામ કરવાની ઘણી તક મળી છે. લખનઉથી શરૂ થયેલ કીરોઝ ફૂડ્સ, ‘પ્રયાગરાજની ગ્રાન્ડ મા મિલેટ્સ અને ઓર્ગેનિક ઈન્ડિયા’ જેવા સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ કહ્યું કે રાણી વેલુ નાચિયારનું નામ દેશની અનેક મહાન હસ્તીઓમાંથી એક છે જેમણે વિદેશી શાસન સામે લડત આપી હતી. તેમણે કહ્યું કે, તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો આજે પણ તેમને વીરા મંગાઇનું નામ બહાદુર મહિલાના નામથી યાદ કરવામાં આવે છે. રાણી વેલુ નાચિયારે જે બહાદુરી સાથે અંગ્રેજો સામે લડત આપી અને જે બહાદુરી બતાવી તે ખૂબ જ પ્રેરણાદાયી છે.