સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર
બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી...
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર??
બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન અરજી કરી જરૂરી કાગળો ની પ્રામાણિક નકલો સાથે કાચી નોંધ, નંબર 6 સાથે તમામ કાગળો જમા કરાવ્યા પછી 135ડી માં વારસદાર ના નામો માં રેવન્યુ તલાટી દ્વારા સહી કરાવી મામલતદાર કચેરીમાં અસર માટે જમા કરવામાં આવે છે, કોઈ પણ કાગળો ખૂટતા ના હોય તેમ છતાં કોઈપણ ભૂલ બતાવી બોલવામાં આવતા હોય અને અધિક નાયબ મામલતદાર ને ટેબલ નીચેનો વહેવાર ના મળતા નાયબ મામલતદાર દ્વારા અરજદારની નોંધમાં પાયા વિહોણું કારણ દર્શાવી ખોટી- રીતે નોંધ નામંજૂર કરવામાં આવતી હોય એવા આક્ષેપો અરજદારો કરતા જોવા મળે છે.
નોંધ નો નિર્ણય લેતા પહેલા ખૂટતા કાગળોના બહાના હેઠળ અરજદારને ટેલિફોન કરી રૂબરૂ ઓફિસે મળવા બોલાવા માં આવે છે અને અરજદાર રૂબરૂ મળવા ના જાય અને ટેબલ નીચેનો વ્યવહાર ના થાય તો યેનકેન પ્રકારે નોંધ નામંજૂર કરવામાં આવે છે જે નીચે દર્શાવેલ પ્રશ્નો પર થી સ્પષ્ટ તારવી શકાય છે.
હાલ રેકર્ડ અદ્યતન અને ઓનલાઈન છે તો પણ અરજદાર ને કેમ ખૂટતાં કાગળોના બહાના હેઠળ કચેરીમાં રૂબરૂ બોલાવવામાં આવે છે?
વધુ જોવો ક્રમશ…. લેખ ટૂંક સમયમાં